Home> Gujarat
Advertisement
Prev
Next

ડોનાલ્ડ ટ્રમ્પ માટેના શાહી ભોજમાં સ્વાદથી ભરપૂર ગુજરાતી વાનગીઓ, ખાસ જુઓ VIDEO

ડોનાલ્ડ ટ્રમ્પ માટે તૈયાર કરવામાં આવેલી ખમણ અને ઢોકળાંની ખાસ ડીશ ZEE 24 કલાક પર તમને જોવા મળી રહી છે. આજે આ ડીશ તૈયાર કરવામાં આવી છે અને તેના સ્વાદની ચકાસણી કરવામાં આવી રહી છે. ટ્રમ્પને સોનાની થાળીમાં ગુજરાતી ભોજન પીરસવામાં આવશે ત્યારે તેમની થાળીમાં વીઆઈપી શેફ સુરેશ ખન્નાની ટીમે બનાવેલાં ખમણ-ઢોકળા પણ પીરસવામાં આવશે. 

ડોનાલ્ડ ટ્રમ્પ માટેના શાહી ભોજમાં સ્વાદથી ભરપૂર ગુજરાતી વાનગીઓ, ખાસ જુઓ VIDEO

ઝી મીડિયા, અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રથમ ભારત પ્રવાસની શરૂઆત 24 ફેબ્રુઆરીએ અમદાવાદથી કરશે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ટ્રમ્પ જે માર્ગ પરથી પસાર થવાના છે તેને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 22 કિમી લાંબો એક રોડ શો પણ કરવાના છે. આ ઉપરાંત 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાશે જેમાં ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટ્રમ્પ માટે ખાણીપીણીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાંની એક ગુજરાતી ડીશ છે ખમણ ઢોકળા. 

fallbacks

ડોનાલ્ડ ટ્રમ્પ માટે તૈયાર કરવામાં આવેલી ખમણ અને ઢોકળાંની ખાસ ડીશ ZEE 24 કલાક પર તમને જોવા મળી રહી છે. આજે આ ડીશ તૈયાર કરવામાં આવી છે અને તેના સ્વાદની ચકાસણી કરવામાં આવી રહી છે. ટ્રમ્પને સોનાની થાળીમાં ગુજરાતી ભોજન પીરસવામાં આવશે ત્યારે તેમની થાળીમાં વીઆઈપી શેફ સુરેશ ખન્નાની ટીમે બનાવેલાં ખમણ-ઢોકળા પણ પીરસવામાં આવશે. 

વધુ માહિતી માટે જુઓ VIDEO

ટ્રમ્પના સ્વાગતમાં યોજાતા શાહી ભોજમાં માત્ર ગુજરાતી શાકાહારી ભોજન હશે. સ્વાદથી ભરપૂર ગુજરાતી ભોજન સૌથી પહેલાં ટ્રમ્પની ફૂડ સિક્યોરિટી ટીમ ચેક કરશે અને પછી જ ટ્રમ્પને પીરસવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More